મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતમાં ઈસ્લામિક રાષ્ટ્રનું કાવતરું ઘડતા કટ્ટરવાદી સંગઠન ઉપર NIAની કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા

NIAએ ભારતમાં ઈસ્લામિક શાસનનું કાવતરું ઘડતા કટ્ટરવાદી સંગઠન હિજ્બ ઉત તહરિર (H

ભારતમાં ઈસ્લામિક રાષ્ટ્રનું કાવતરું ઘડતા કટ્ટરવાદી સંગઠન ઉપર NIAની કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા

NIAએ ભારતમાં ઈસ્લામિક શાસનનું કાવતરું ઘડતા કટ્ટરવાદી સંગઠન હિજ્બ ઉત તહરિર (HuT) વિરુદ્ધ એક મોટું અભિયાન શરૂ કર્યું છે. NIAએ તમિલનાડુમાં ઓછામાં ઓછા 11 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સંગઠન પર વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધ છે. ચેન્નાઈ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે યુવકો વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં બ્રેઈનવોશ કરવા બદલ કેસ નોંધ્યો હતો. હવે આ કેસ NIAને સોંપવામાં આવ્યો છે.

ચેન્નાઈ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, રોયાપેટ્ટાહના પિતા-પુત્ર અને તેમના સહયોગીઓએહિજ્બ ઉત તહરિરમાં જોડાવા માટે લોકોનું બ્રેઈનવોશ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આતંકવાદ સંબંધિત કેસ NIAને સોંપી દીધો છે. અગાઉ આવા જ એક કેસમાં પકડાયેલા કેટલાક આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન કેટલીક માહિતી મળ્યા બાદ જ NIAએ પુદુક્કોટ્ટઈ, કન્યાકુમારી અને તાંબરમ સહિત 11 સ્થળો પર કાર્યવાહી શરૂ કરી.

હિજ્બ ઉત તહરિર ભડકાઉ ભાષણો કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. તે યુવાનોને જેહાદ માટે તૈયાર કરવા ઉપરાંત હથિયારોની તાલીમ પણ આપે છે. કટ્ટરપંથી આતંકવાદી સંગઠન જૈવિક હથિયારો બનાવવાની તાલીમ આપે છે. હિઝબુત તાહિર ધર્મ પરિવર્તનમાં પણ સામેલ છે. આ સિવાય લવ જેહાદની ઘટનાઓમાં પણ તેનો હાથ હોવાનું જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશમાં હિજ્બ ઉત તહરિર સાથે સંકળાયેલા 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી અડધા એવા હતા જેઓ ધર્મ પરિવર્તન પછી મુસ્લિમ બન્યા હતા. આ કટ્ટરવાદી સંગઠનનો ઉદ્દેશ્ય ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો છે. તેની એક વેબસાઈટ પણ છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલ્લાહને ન માનનારી સિસ્ટમને ખતમ કરવી પડશે. આ સંગઠનની રચના 1952માં જેરુસલેમમાં થઈ હતી. તેનું હાલનું મુખ્ય મથક લંડનમાં છે.

આ સમાચાર શેર કરો