Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New system active in Bay of Bengal! Heavy rain forecast in these states, know IMD's latest update

VIDEO: બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય! આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, જાણો IMDની લેટેસ્ટ અપડેટ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બંગાળની ખાડી અને મધ્ય ભારત પર એકસાથે નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ અપડેટ મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને નીચા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે, જેના પગલે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

App Store

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘમહેર થવાની શક્યતા

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. શશીકાંતના જણાવ્યાનુસાર, પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વિધિવત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્રના વિદર્ભ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વ્યાપક તેમજ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

પૂર્વ અને ઉત્તર ભારતમાં પણ ધોધમાર વરસાદની આગાહી

બંગાળની ખાડીમાંથી આવતા ભેજ અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની સંયુક્ત અસરને કારણે હિમાલયના પહાડી ક્ષેત્રોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદનું જોર વધુ વધશે, જ્યારે દક્ષિણ ભારતમાં હાલ પૂરતી ભારે વરસાદની શક્યતા ઓછી જણાઈ રહી છે.

હવામાન વિભાગ અનુસાર, 13 ઓગસ્ટના રોજ પશ્ચિમ ભારતમાં પણ વરસાદની ગતિવિધિઓ તીવ્ર બનવાની ધારણા છે. 13થી 18 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવાના ઘણાં વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 13મી અને 14મી ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદની આગાહી છે. કોંકણ અને ગોવામાં 13મી થી 15મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં 13મી ઓગસ્ટ અને ફરીથી 15 અને 16મી ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડવાની ધારણા છે. 13મી ઓગસ્ટના રોજ ગુજરાત ક્ષેત્રમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડવાની ધારણા છે. વિદર્ભમાં 13મી થી 17મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની ધારણા છે, જ્યારે 13મીથી 16મી ઓગસ્ટ દરમિયાન ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News