VIDEO: બંગાળની ખાડીમાં ટ્રોલર ડૂબ્યું
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લા નજીક બંગાળની ખાડીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક માછીમારી ટ્રોલર ડૂબી જતાં ગુમ થયેલા ૯ માછીમારોના મૃતદેહો મળી આવ્યા છે. ભારે તોફાન અને દરિયાના જોરદાર મોજાને કારણે આ ટ્રોલર સંતુલન ગુમાવી બેઠું હતું અને પલટી મારી ગયું હતું. સ્થાનિક પ્રશાસન, કોસ્ટ ગાર્ડ અને અન્ય માછીમારો દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ આ કમનસીબ માછીમારોના શબોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ગમખ્વાર ઘટનાને પગલે સ્થાનિક માછીમાર સમુદાય અને મૃતકોના પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

