Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Will Mamata take action against nephew Abhishek Banerjee?

VIDEO : ANDARNI VAAT/ બંગાળની રાજનીતિમાં મોટો ભૂકંપ: ભત્રિજા અભિષેક બેનર્જી પર એક્શન લેશે મમતા?

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બંગાળની રાજનીતિમાં દરોજ નવા નવા પરપોટા ફૂટે છે. છેલ્લા એક મહિનામાં બંગાળની રાજનીતિ મમતા બેનર્જીના ભત્રિજા અભિષેક બેનર્જી તરફ ઘુમે છે. મમતાના ખુબ નજીકના નેતા કલ્યાણ બેનર્જીના નિવેદન પીર્ટીમાં હું નહીં અથવા અભિષેક નહીં.. એ નિવેદને ચર્ચા જગાવી છે. કલ્યાણ બેનર્જીના નિવેદન બાદ ચિત્ર બદલાતું નજર આવી રહ્યું છે. તેના નિવેદન બાદ નક્કી થઇ ગયું છે કે બાગીઓ જ નહીં પણ મમતાની નજીકના સાંસદો પણ અભિષેકનો વિરોધ કરે છે. મમતાની નજીકના શત્રુધ્નસિંહા, સૌગત રોય, મહુઆ મોઇત્રા, સાગરિકા ઘોષ વગેરે અભિષેક સામે ખુલીને બોલતા નથી પણ અભિષેકને પોતાનો નેતા પણ માનતા નથી. તેઓ કહે છે મમતા અમારા એક માત્ર નેતા છે. આ ઘટનાક્રમ બાદ બંગાળની ગલીઓમાં ચર્ચા થવા લાગી છે કે મમતા બેનર્જી પાર્ટીને બચાવવા માટે એભિષેક બેનર્જીને નામે દાખલો બેચાડવા કોઇ નિર્ણય લઇ શકે છે. મમતા પાસે હવે બે વિક્લપ છે. એક તો અભિષેક પર વિસ્વાસ રાખવો. જો મમતા અભિષેક પર વિશ્વાસ રાખીને પાર્ટી ચલાવે તો પાર્ટી તુટશે તે નક્કી છે. બળવાખોરો સાથે વફાદારો પણ જોડાઇ જાય અને મમતા પાસે ગણતરીના નેતાઓ જ રહે તેવું બને. મમતા સાથે બાકી બચ્યા છે તે અભિષેકનું નિતૃત્વ સ્વિકારશે નહીં. આ કારણે પાર્ટી તુટી પડે. મમતા આ બધું જાણે પણ છે છતાં ભત્રિજા મોહને કારણે મમતા આ નિર્ણય લઇ પણ શકે. 

App Store

મમતા પાસે બીજો વિકલ્પ છે પાર્ટીને ફરી પાછી એક કરવી. ટીએમસીમાં જે લોકોએ બળવો પોકાર્યો છે તેઓ હજુ પણ મમતાને પોતાના નેતા માને છે. તેઓને વાંધો માત્ર અભિષેક સામે છે. જો અભિષેકને જ પાર્ટીમાંથી રુખસદ આપી દેવામાં આવે તો ઘીના ઠામમાં ઘી પડી શકવાની સંભાવના વધારે છે. મમાતા બેનર્જી ખુબ શાણા રાજનેતા છે. શેરી આંદોલનથી માંડી દિલ્લીના જંતરમંતર સુધીની રાજનીતિ તે જાણે છે. અભિષેક પોતાનો જ ભત્રિજો છે. એકવાર રાજીનામું અપાવ્યા પછી ગમે ત્યારે પાછો લઇ પણ શકાય છે. અભિષેક સામે વિરોધ એક સમય પુરતો છે. સમય આવે ઘીના ઠામમાં ઘી પડી શકે છે. રાજીનામુ લીધા બાદ આ વિરોધ સમી જાતો હોય તો મમતા નિર્ણય લઇ શકે છે. સત્તા સામે પાછીપાની ન કરનાર મમતા જણે છે કે ક્યારે શું કરવું અને શું ન કરવું ?