VIDEO: ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં દબાણ, અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
સોર્સ : gstv
ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર ઉભું થયેલું દબાણ તીવ્ર બનીને ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું છે. તે હાલમાં પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશા કિનારા પાસે કેન્દ્રિત છે. હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આગામી ૩-૪ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ૨૮-૨૯ જુલાઈએ દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને ૨૯ જુલાઈ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. અચાનક પૂર, વૃક્ષો ઉખડવા અને વાહન વ્યવહાર ખોરવાવાની શક્યતા છે. લોકોને સતર્ક રહેવા અને સલામતીનાં પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

