Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Heavy rain forecast in Gujarat for next 48 hours, heavy rain alert in several districts of North Gujarat

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : JATIN BAROT GSTV NEWS

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ હાલમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ઉપર બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અસરકારક બન્યું છે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

App Store

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને વાવ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો સક્રિય રહેવાના કારણે દરિયો પણ તોફાની રહેવાની શક્યતા છે.

આવતીકાલે બનાસકાંઠાના વાવ-થરાદ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, બોટાદ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 28 અને 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે, જ્યારે 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી ઓરેન્જ એલર્ટ જાહેર થવાની શક્યતા છે. રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.