'પહેલા હું જોઈશ કે કેવો ખતરો છે': NCP(SP) ચીફ શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની પાડી ના
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી Z પ્લસ શ્રેણીની સ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી Z પ્લસ શ્રેણીની સુરક્ષા લેવાનો ઈન્કાર કરી દીધો છે. થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલયે તેમને Z Plus સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમની સુરક્ષા માટે 58 CRPF કમાન્ડો તૈનાત કરવાના હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારે કહ્યું છે કે તેઓ પહેલા તપાસ કરશે કે તેમની સામે કેવા પ્રકારના ખતરાની સંભાવના છે. અને તે પછી જ તેઓ સુરક્ષા લેવાનું વિચારશે. તેમણે ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ પાસેથી પણ આ સંદર્ભમાં માહિતી માંગી છે. હાલમાં શરદ પવારે આજે ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાનો ઈન્કાર કરી દીધો છે અને તમામની નજર આ મામલે તેમની આગામી કાર્યવાહી પર છે.




