VIDEO: ઓડિશાના કટકમાં કુદરતનો પ્રકોપ, ભારે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદથી આખું શહેર જળબંબાકાર
સોર્સ : GSTV
ઓડિશાના કટક શહેરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ બાદ સાંજે આવેલા આ વરસાદે લોકોને રાહત આપી હતી પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક વ્યવહારમાં પણ અવરોધ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ સાવચેતી રાખવા ચેતવણી આપી છે.

