Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nanded Honour Killing: The girl's lover was killed by her father and brother, the girl took a strange step, know the whole matter

Nanded Honour Killing: યુવતીના પ્રેમીની પિતા-ભાઈએ હત્યા કરી, યુવતીએ ભર્યું વિચિત્ર પગલું, જાણો આખો મામલો

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Nanded Honour Killing: યુવતીના પ્રેમીની પિતા-ભાઈએ હત્યા કરી, યુવતીએ ભર્યું વિચિત્ર પગલું, જાણો આખો મામલો
સોર્સ : AI

Nanded Honour Killing: મહારાષ્ટ્રના નાંદેડ યુવતીએ પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યા કરાયેલા પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન બાદ યુવતીએ કહ્યું- મારવાવાળા જીતીને પણ હારી ગયા અને મારો પતિ મરીને પણ જીતી ગયો. આજે અમારા પ્રેમની જીત થઈ.... 

App Store

પ્રેમીના મૃતદેહ સાથે કર્યા લગ્ન 
મહારાષ્ટ્રના નાંદેડમાં રહેતી આંચલ સક્ષમ તાટે નામના યુવકને પ્રેમ કરતી હતી. બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ યુવતીના પરિજનો લગ્ન કરાવવા માટે રાજી નહોતા કારણ કે યુવક બીજી જ્ઞાતિનો હતો. આંચલના પિતા અને ભાઈએ સક્ષમને માર મારીને હત્યા કરી નાંખી. બંનેએ પહેલા સક્ષમને ઢોર માર માર્યો અને પછી કપાળમાં ગોળી ધરબી દીધી. આટલું જ નહીં પછી નિર્દયતાથી તેનું માથું પથ્થર વડે છૂંદી નાંખ્યું. હત્યાની આ ઘટના નાંદેડ જિલ્લાના મિલિન્દ નગર વિસ્તારમાં 27 નવેમ્બરે થઈ. 

સમગ્ર મામલે 6 આરોપીઓની ધરપકડ 
સક્ષમ અને આંચલ એકબીજાને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ કરતાં હતા. સક્ષમ આંચલના ભાઈનો મિત્ર હતો અને તે અવારનવાર તેના ઘરે પણ આવતો. સૌથી પહેલા આ સંબંધની જાણ આંચલના ભાઈને થઈ. સક્ષમની હત્યા બાદ પણ આંચલે સક્ષમના મૃતદેહ સાથે લગ્ન કરી લીધા. તેની માંગ છે કે હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ. સમગ્ર મામલે પોલીસે FIR નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક સગીર પણ સામેલ છે. આરોપીઓમાં ગજાનન બાંબિલવાડ, સાહિલ સિંહ ઉર્ફે મદન સિંહ ઠાકુર, સોમેશ લકે, વેદાંત ફુંદેકર અને એક સગીર સામેલ છે.