Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mumbai news: Massive fire breaks out in godown near Malad in Mumbai, 20 shops gutted in fire

Mumbai news : મુંબઈમાં મલાડ નજીક ગોડાઉનમાં પ્રચંડ આગ, 20 દુકાનો આગમાં સ્વાહા 

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Mumbai news : મુંબઈમાં મલાડ નજીક ગોડાઉનમાં પ્રચંડ આગ, 20 દુકાનો આગમાં સ્વાહા 
સોર્સ : GSTV

Mumbai news : મુંબઈના મલાડમાં આવેલા પઠાણવાડી વિસ્તારમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેના કારણે અનેક ગોદામો અને 15 થી 20 દુકાનોને અસર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બિગ્રેડ આગ બુઝાવવા માટે સતત કામ કરી રહ્યા છે. હાલમાં, કોઈ જાનહાનિના સમાચાર નથી.

App Store

હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી
અધિકારીઓએ જણાવ્યું કે, આગ માત્ર આ દુકાનો સુધી મર્યાદિત છે અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ નથી. જો કે, હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી.

મળતી માહિતી, BMC ફાયર વિભાગ, પોલીસ, BMC વોર્ડ અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ અને અદાણી ઈલેક્ટ્રિસિટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે બપોરે 1:03 વાગ્યે આગને લેવલ-2 (L-II) જાહેર કરી હતી. આગ લાગવાના કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આઠ ફાયર એન્જિન અને અન્ય ફાયર ફાઈટિંગ વાહનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.