Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Police raid on pre-Diwali liquor party in Surat, 17 arrested

VIDEO: સુરતમાં દિવાળી પહેલા દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 17 નબીરા સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દિવાળીના તહેવારો પહેલા સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં આયોજિત દારૂ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. તહેવારોની રજાઓ પહેલા દારૂ પાર્ટી કરી મોજ કરવાના મૂડમાં રહેલા 17 નબીરાઓને પોલીસે ઝડપી પાડયા હતા.

App Store

પોલીસના દરોડામાં ચાર નબીરા દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. વેસુ પોલીસે દારૂ પાર્ટી કરતા ધરપકડ કરેલા નબીરાઓનું મેડિકલ ટેસ્ટ કર્યું હતું. તમામ નબીરાઓ ક્રિકેટ રમ્યા બાદ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સુરત પોલીસ દ્વારા દિવાળીના તહેવારોને લઈ ટ્રાફિક અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બાતમીના આધારે પોલીસે દારૂ પીને પાર્ટી કરી રહેલા નબીરાઓને દબોચી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.