VIDEO: સાઉથ એક્ટર વિજયની રેલીમાં અંધાધૂંધી, નાસભાગમાં 31 લોકોનાં મોત; પોલીસનો લાઠીચાર્જ

સોર્સ : google
તમિલનાડુના કરુરમાં ટીવીકે (ટીમ વિજય કઝગમ) ની રેલીમાં મોટી ભીડને કારણે અંધાધૂંધી મચી. રેલી દરમિયાન ભાગદોડ મચતા ઘણા કાર્યકરો બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘણા બાળકોને પણ બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અકસ્માતમાં 31 લોકોનાં મોત થયા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે વિજય કરુરમાં ભાષણ આપી રહ્યા હતા. ટીવીકેના વડા વિજયે તેમનું ભાષણ અટકાવી કાર્યકરોને પાણીની બોટલો આપી. ભીડને એમ્બ્યુલન્સ માટે રસ્તો છોડવા વિનંતી કરી. આ દરમિયાન રેલીમાં એક 9 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ. વિજયે કાર્યકરો પાસે તેણીને શોધવામાં મદદ માંગી.

