NAFEDની ડિરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ, અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા
NAFEDની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિય

NAFEDની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા. IFFCO વિવાદ બાદ NAFEDની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું.
NAFEDની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ
એક બેઠક માટે 5થી વધુ આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, તેજસ કુમાર પટેલ, અમૃત દેસાઈ, જસવંત પટેલ, મગન વડાવીયા અને મહેશભાઇ સહિતનાઓએ ફોર્મ ભર્યા હતા.જોકે, ફોર્મ ખેચવાના અંતિમ દિવસે ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા.




