Video: 'મોદીનો બાપ પણ જશે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની આપત્તિજનક ટિપ્પણીથી સભામાં હોબાળો

પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે બાપુ સભાગૃહમાં કહ્યું કે બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણાની સરકાર ચોરીની સરકાર છે. આ વોટ ચોરી કરનારી સરકાર છે.
કોંગી પ્રમુખની ટિપ્પણીથી વિવાદ
આ નિવેદન પર હંગામાની સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે 'મોદી ક્યારેય નહીં જાય'. જેથી મંચ પર સંબોધન કરતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અકળાઈ ગયા હતા અને ગુસ્સામાં કહ્યું હતું કે 'મોદીનો બાપ પણ જશે.', આ ઘટના બાદ વિરોધ કરી રહેલા શખ્સની કોંગ્રેસ કાર્યકરોએ ધોલાઈ કરી હતી.
તેમણે આગળ કહ્યું કે મોંઘવારી ચરમસીમા પર છે. ડુંગળી મોંઘી થઈ રહી છે. ગરીબ માણસ દાળ-રોટલી ખાય છે. દાળ ન હોય તો ડુંગળી-રોટલી ખાય છે. આજે ડુંગળી મોંઘી થઈ ગઈ છે, આ મોદી લોકોનું ગળું કાપી રહ્યા છે. સંસદ ચાલે છે, તો મોદી અને શાહ ડરીને પાર્લામેન્ટની અંદર નથી આવતા. રાહુલ ગાંધી બહાર ગયા છે, પોતાના કામથી ગયા છે. જ્યારે પાછા આવશે ત્યારે આ લોકોની બરાબર સરભરા થશે. આ લોકો ફક્ત રાહુલ-રાહુલ કર્યા કરે છે. આ લોકોના સપનામાં પણ રાહુલ ગાંધી આવે છે.
ભાજપે કર્યો વળતો પ્રહાર
જ્યારે જે ભાષાને અસામાજિક તત્વો સાથે જોડવામાં આવતી હતી, આજે કોંગ્રેસ અધ્યક્ષ તે જ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના યુવરાજ આ જ ગુસ્સામાં ક્યારેક રસ્તા પર મહિલા પોલીસકર્મીઓ સાથે ખરાબ વર્તન કરે છે, તો ક્યારેક પોતાના જ નેતાઓ સાથે ધક્કામુક્કી કરે છે. તેમની આખી કાર્યશૈલી માફિયા પ્રવૃત્તિ જેવી થઈ ગઈ છે. આ કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ એક માફિયા ગેંગ વધુ પ્રતીત થાય છે.













