મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: જલગાંવ જિલ્લામાં આરએસએસના પથ સંચલન દરમિયાન તણાવ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં આરએસએસના પથ સંચલન દરમિયાન તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. કેટલાક લોકોએ મસ્જિદ સામેથી પથ સંચલન પસાર થવાનો વિરોધ કર્યો હતો. પથ સંચલનના વિરોધમાં પુરુષોએ મહિલાઓને આગળ કરીને ધરણા પર બેસાડી દીધી હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હોવાની વાત પણ સામે આવી રહી છે. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.. હાલમાં સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ બની રહી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જલગાંવમાં વધારાનો પોલીસકાફલો તૈનાત કરાયો છે. હોબાળાની સૂચના મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળેલી માહિતી મુજબ, કિંગગાંવ વિસ્તારમાં આરએસએસના રૂટ માર્ચ દરમિયાન એક મસ્જિદ પાસે વિરોધ પ્રદર્શન થયા બાદ તણાવ ફેલાયો હતો. આ ઘટના પછી જિલ્લા પોલીસ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો