VIDEO: મોદી સરકારનો યુવાનો માટે માસ્ટરપ્લાન: દેશના 2.66 કરોડ યુવાઓ અચાનક કેમ જોડાયા ‘MY Bharat’ પ્લેટફોર્મ સાથે?
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, વર્તમાન સરકારે દેશના યુવાનોને માત્ર ભારતનું ભવિષ્ય જ નહીં પરંતુ ઉજ્જવળ વર્તમાન તરીકે ઓળખીને તેમને ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે જોડ્યા છે.
રમતગમતને મળ્યું નવું સ્થાન
દેશમાં પ્રથમ વખત રમતગમતને માત્ર એક સામાન્ય પ્રવૃત્તિ કે મનોરંજન ગણવાને બદલે તેને રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે સ્વીકારવામાં આવી છે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ખેલકૂદ ક્ષેત્રે પાયાના સ્તરે મોટું પરિવર્તન આવ્યું છે, જેનાથી દેશભરના યુવા એથ્લેટ્સને વૈશ્વિક સ્તરે ચમકવાની તકો મળી રહી છે.
'MY Bharat' પ્લેટફોર્મની અદભૂત સફળતા
વડાપ્રધાનના આ વિઝનને જમીની સ્તરે સાકાર કરવા માટે વર્ષ 2023માં ‘MY Bharat’ (મેરા યુવા ભારત) પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પહેલ અંગે મહત્વની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, દેશભરમાંથી 2.66 કરોડથી વધુ યુવાનો અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે. યુવાનો પોતાના કરિયર અને અભ્યાસની સાથે સાથે દેશના વિકાસ અને સેવા કાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. આ મંચ યુવા શક્તિની ક્ષમતા, નેતૃત્વ ગુણો અને નવીન વિચારોને એક નવી દિશા આપી રહ્યો છે. યુવાનોની ઊર્જા અને નવી પહેલો થકી ભારત ઝડપથી આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.

