VIDEO : ‘વિકસિત ગુજરાતના નિર્માણ માટે 100% મતદાન કરો’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ
સોર્સ : GSTV
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોને 100 ટકા મતદાન કરવા હાર્દિક અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું પવિત્ર કર્તવ્ય છે. દરેક મત ગામ અને શહેરના વિકાસને વેગ આપશે. મુખ્યમંત્રીએ સૌને પરિવાર અને મિત્રો સાથે મતદાન મથકે પહોંચી લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા અને 'વિકસિત ભારતથી વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું છે.

