VIDEO/ Rajkot: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી કેન્દ્રો પર EVM મશીન રવાના
સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનો રવાના કરવામાં આવ્યા છે. ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજી તાલુકા માટે કુલ 122 EVM મોકલવામાં આવ્યા છે. તાલુકા પંચાયત માટે 81 અને જિલ્લા પંચાયત માટે 61 મોકલવામાં આવ્યા છે. જ્યાં 17 બુથો સંવેદનશીલ જાહેર કરાયા છે. જામકંડોરણામાં 162 EVM સાથે 17 સંવેદનશીલ અને 5 અતિ સંવેદનશીલ બુથો પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. અતિ સંવેદનશીલ મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

