Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mock drills to be held across the country before NEET-UG re-exam; Government's big decision to stop malpractices

NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ; ગેરરીતિ રોકવા સરકાર-NTAનો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ; ગેરરીતિ રોકવા સરકાર-NTAનો મોટો નિર્ણય
સોર્સ : GSTV

21 જૂને યોજાનારી NEET UGની રિ-એક્ઝામને લઈને સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA પૂરી રીતે એક્શન મોડમાં છે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા રોકવા માટે આ વખતે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કડક તૈયારીઓના ભાગરૂપે શનિવારે દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર એક વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

App Store

સવારથી રાત સુધી સુરક્ષાની આખરી ચકાસણી

પરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે શનિવારે સવારે 9 વાગ્યાથી લઈને મોડી રાત સુધી મોક ડ્રીલ ચલાવવામાં આવશે. NTA દ્વારા દેશના તમામ પરીક્ષા કેન્દ્રોને અગાઉથી જ પોતાના નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યા છે. આ મેગા ઓપરેશનમાં દેશભરમાંથી અંદાજે 2.5 લાખ જેટલા સુરક્ષાકર્મીઓ જોડાશે અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરશે.

અર્ધસૈનિક દળોના હવાલે પ્રશ્નપત્રો અને ત્રિસ્તરીય સુરક્ષા

આ વખતે પરીક્ષા માટે વિશેષ રૂપે થ્રી-લેયર સિક્યોરિટી એટલે કે ત્રિસ્તરીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓને લાવવા, લઈ જવા તેમજ તેને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી અર્ધસૈનિક દળોને સોંપવામાં આવી છે. આ સિવાય દેશના 5000થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લગાવેલા CCTV કેમેરાનું સીધું લાઈવ મોનિટરિંગ NTA ના મુખ્ય મથક પરથી કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર 24 કલાક નજર

પેપર લીકના ખોટા દાવા અને અફવાઓ ફેલાતી રોકવા માટે એક ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ચોવીસે કલાક નજર રાખશે. આ સમગ્ર મહાપરીક્ષા પર દેશની તમામ તપાસ એજન્સીઓ, જિલ્લા પ્રશાસન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સીધું ઓન-ગ્રાઉન્ડ નિયંત્રણ રાખશે.

22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

21 જૂનની આ મહાપરીક્ષા માટે દેશભરમાંથી 22 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, તેમાંથી 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષાના સફળ સંચાલન માટે તમામ સ્તરે વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.