MLC ચૂંટણી પરિણામો 2026: બિહાર-યુપી સહિત 4 રાજ્યોની 28 બેઠકો પર કોણ જીતશે?

બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૨૮ બેઠકો માટે આજે મતગણતરી છે. આ ચૂંટણીમાં એનડીએ (NDA) અને 'મહાગઠબંધન' વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બિહારમાં ૮, કર્ણાટકમાં ૪, મહારાષ્ટ્રમાં ૫ અને ઉત્તર પ્રદેશમાં ૧૧ બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.
બિહારમાં વિધાન પરિષદની ૮ બેઠકો માટે મતગણતરી થઈ રહી છે, જેમાં ૪ સ્નાતક મતવિસ્તારો અને ૪ શિક્ષક મતવિસ્તારોનો સમાવેશ થાય છે. સ્નાતક મતવિસ્તારોમાં પટના, દરભંગા, તિરહૂત અને કોસીનો સમાવેશ થાય છે, જ્યારે શિક્ષક મતવિસ્તારોમાં પટના, દરભંગા, તિરહૂત અને સારણનો સમાવેશ થાય છે.કર્ણાટકમાં વિધાન પરિષદની ૪ બેઠકો છે, જેમાં ૨ સ્નાતક અને ૨ શિક્ષક મતવિસ્તારોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૫ બેઠકો છે, જેમાં ૩ સ્નાતક અને ૨ શિક્ષક મતવિસ્તારો છે;
સ્નાતક બેઠકોમાં ઔરંગાબાદ, પુણે અને નાગપુર વિભાગોનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની ૧૧ બેઠકો છે, જેમાં ૫ સ્નાતક અને ૬ શિક્ષક મતવિસ્તારો છે. સ્નાતક મતવિસ્તારોમાં લખનૌ, વારાણસી, આગ્રા, મેરઠ અને અલ્હાબાદ-ઝાંસી વિભાગોનો સમાવેશ થાય છે. શિક્ષક મતવિસ્તારોમાં લખનૌ, વારાણસી, આગ્રા, મેરઠ, બરેલી-મોરાદાબાદ અને ગોરખપુર-ફૈઝાબાદ વિભાગોનો સમાવેશ થાય છે.










