મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: TATA ગ્રૂપના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભીષણ આગ, કાળા ધુમાડાથી આકાશ છવાયું

ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ આગ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં હોસુર પાસે

VIDEO: TATA ગ્રૂપના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભીષણ આગ, કાળા ધુમાડાથી આકાશ છવાયું

ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ આગ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. વહેલી સવારે ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં આગ લાગતાં ધુમાડો ફેલાયો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ  પહોંચી ગયા છે. 

ટાટાના આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગી ત્યારે ઘણા કર્મચારીઓ પ્લાન્ટમાં ફરજ પર હતા. જો કે, કંપનીમાં ફાયર સેફ્ટીને લીધે કર્મચારીઓને કોઈ તકલીફ પડી નથી. કંપનીએ વધુમાં જણાવ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, નાગમંગલમ નજીક ઉદાનપલ્લી સ્થિત કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટીંગ યુનિટમાં સવારે લગભગ 5.30 વાગ્યે આગ લાગી હતી. આગ પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ જતાં કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો આગ લાગી ત્યારે પહેલી શિફ્ટમાં લગભગ 1500 કર્મચારીઓ ડ્યુટી ઉપર હતા. તમામ કર્મચારીઓને પરિસરમાંથી બહાર કાઢવા માટે સાત ફાયર વાહનો તૈનાત કરાયા હતા.  
 
ટાટાની ફોન એસેસરીઝ મેન્યુફેક્ચરિંગ કંપનીનમાં આગ લાગવાને પગલે 3 લોકોને શ્વાસની તકલીફ થતાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની હાલત સ્થિર છે. 100થી વધુ પોલીસ ઘટનાસ્થળે હાજર છે. તમામ કર્મચારીઓને કંપની પરિસર ખાલી કરવાનો આદેશ અપાયો છે. જણાવી દઈએ કે આઇફોન માટે ઘણી એસેસરીઝના ઉત્પાદનમાં રોકાયેલી આ કંપનીના કર્મચારીઓની સંખ્યા 4500 છે. આ કંપની 500 એકરમાં ફેલાયેલી છે.

આ સમાચાર શેર કરો