Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive accident on Mumbai-Pune Expressway, 20 vehicles collided together, 4 dead, more than 15 injured

મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત, એકસાથે 20 વાહનો અથડાયા, 4નાં મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત, એકસાથે 20 વાહનો અથડાયા, 4નાં મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
સોર્સ : Gujarat Samachar

Mumbai Pune Expressway accident : મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક અનિયંત્રિત ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ  અકસ્માતમાં 20  ગાડીઓ અથડાઈ હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે ટ્રાફિકને કારણે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ ત્રણ વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ છે.

App Store

અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી
મળતી માહિતી મુજબ નવી બનેલી ટનલ પાસે એક અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી હતી. આ અકસ્માત નવી ટનલ અને ફૂડ મૉલ હોટલ વચ્ચે અકસ્માત ખોપોલી વિસ્તાર નજીક થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે. તેમાં પણ વીકએન્ડના કારણે ગાડીઓનું ભારે દબાણ હતું. આ દરમિયાન અકસ્માતને કારણે વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. 

અનિયંત્રિત ટ્રેલરે મારી ટક્કર 
દુર્ઘટના લોનાવાલા ખંડાલા ઘાટથી મુંબઈ જતી લેન પર ઉતરતી વખતે ટ્રેલરની બ્રેક ફેલ થવાને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. અનિયંત્રિત ટ્રેલરે તેની આગળ જતા અનેક વાહનો અને ટ્રકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અનેક કારોને નુકસાન થયું છે. અકસ્માત પછી આ રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અકસ્માત બાદ ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે પોલીસ ટ્રાફિક વ્યવસ્થામાં જોડાઈ છે. ખોપોલી પોલીસ અને સ્થાનિક રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 

કેટલાક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ
આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે એક્સપ્રેસ વે પરથી દરરોજ બે લાખથી વધુ વાહનો પસાર થાય છે. તેમા પણ વીક એન્ડમાં જ્યારે પ્રવાસીઓ ચોમાસા અને ધોધનો આનંદ માણવા માટે લોનાવલા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ સમય દરમિયાન મુંબઈથી ઘણા પ્રવાસીઓ સાંજે શહેર તરફ પરત ફરી રહ્યા હતા જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો.