મનસુખ વસાવા બનશે પ્રોટેમ સ્પીકર, મોદીની નવી કેબિનેટમાં આ મંત્રાલય પોતાની પાસે રાખશે ભાજપ
નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળ માટે રવિવારે સાંજે 7.15 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારંભની રાષ્ટ્રપત

નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળ માટે રવિવારે સાંજે 7.15 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારંભની રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં કૂલ 8 હજાર મહેમાન સામેલ થઇ શકે છે.
40 સાંસદ લેશે મંત્રી પદના શપથ!
પીએમ નરેન્દ્ર મોદી રવિવાર સાથે 7.15 વાગ્યે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગી પક્ષના 40 સાંસદ પણ મંત્રી પદના શપથ લઇ શકે છે.
ગૃહ, ડિફેન્સ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખશે ભાજપ
સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે કે અમિત શાહ ગૃહમંત્રી, રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી અને એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા રહેશે. ચારેય ટોપ મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખી શકે છે.
આ સિવાય અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રી અને નીતિન ગડકરી પરિવહન મંત્રી બન્યા રહેશે. સૂત્રોના સમાચાર અનુસાર જળ શક્તિ મંત્રાલય પણ ભાજપ પાસે રહી શકે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર બની શકે છે.
- TDPને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે.
- JDUને ઊર્જા વિભાગ મળી શકે છે.
- TDPને સિવિલ એવિએશન મળી શકે છે.
- JDUને ગ્રામીણ વિકાસ મળી શકે છે.
- JDUના બે કેબિનેટ મંત્રી બની શકે છે.
- JDUના લલન સિંહ કેબિનેટ મંત્રી બનશે.
- JDUના રામનાથ ઠાકુર રાજ્ય મંત્રી બનશે.
- LJP(R)થી ચિરાગ પાસવાન કેબિનેટ મંત્રી બનશે.
- TDPથી એક કેબિનેટ, એક રાજ્ય મંત્રી.
- લોકસભા સ્પીકર BJPનો જ રહેશે.
- કહેવામાં આવે છે કે TDPએ લોકસભા સ્પીકરનું પદ માંગ્યું નથી.








