મણિપુરમાં સ્થિતિ બગડતા કેન્દ્ર એક્શનમાં, CRPFના DG મણિપુર રવાના, અમિત શાહે મહારાષ્ટ્રમાં રેલી રદ કરી
મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકતા સ્થિતિ બેકાબૂ બની ગઇ છે. કેન્દ્ર સરકાર મણિપુરની સ્થિતિને લઇને એક્શનમાં આવ્યું છે. વર્ત

મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકતા સ્થિતિ બેકાબૂ બની ગઇ છે. કેન્દ્ર સરકાર મણિપુરની સ્થિતિને લઇને એક્શનમાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા DG CRPF અનીશ દયાલ મણિપુર માટે રવાના થયા છે અને ત્યાં કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં પોતાની તમામ રેલી રદ કરી નાખી છે અને તે નાગપુરથી દિલ્હી રવાના થયા હતા.
મણિપુરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્ય પોલીસ નવેસરથી રણનીતિ બનાવી રહી છે. મણિપુરના કેટલાક વિસ્તાર જ્યા કરર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી હતી ત્યા ફરી કરર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મણિપુરના કેટલાક વિસ્તારમાં ફરી એક વખત ટકરાવના સમાચાર આવી રહ્યાં છે. મણિપુરના બિશ્નુપુર, ઇમ્ફાલ, જીરિબીમ વિસ્તારમાં વધારે ટકરાવ છે. એવામાં અહીં પણ ફરી કરર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
આ કારણે ભડકી મણિપુરમાં ફરી હિંસા
મહત્ત્વપૂર્ણ છે કે મણિપુરની હિંસા જિરીબામમાં મંગળવારે અપહરણ કરાયેલા એક જ પરિવારની ત્રણ મહિલા અને ત્રણ બાળકોના શબ આસામ-મણિપુર સરહદ પર મળ્યા બાદ શરૂ થઇ છે. આરોપ છે કે કુકી ઉગ્રવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું. આ હત્યાકાંડ બાદ મૈતેઇ નારાજ છે અને રસ્તા પર ઉતરીને સતત હિંસક પ્રદર્શન કરી રહ્યાં છે. ભીડે શનિવારે રાજ્યના ત્રણ મંત્રી અને છ ધારાસભ્યોના ઘરનો ઘેરાવ કરીને તોડફોડ કરી હતી. મંત્રીઓના ઘર પર હુમલા બાદ ગુસ્સે થયેલી મૈતેઇ ભીડે મણિપુરના મુખ્યમંત્રીના ઘર પર પણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: 'મણિપુર ન તો એક છે, ન સુરક્ષિત છે': કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપ સરકાર પર કર્યો પ્રહાર
મૈતેઇ સમાજે આપ્યુ અલ્ટીમેટમ
મણિપુરમાં સિવિલ સોસાયટી ગ્રુપે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપીને સશસ્ત્ર ઉગ્રવાદી ગ્રુપ વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી છે. મૈતઇ નાગરિક અધિકાર સમૂહ, મણિપુર ઇન્ટીગ્રિટી પર સમન્વય સમિતિ (COCOMI)ના પ્રવક્તા ખુરૈજમ અથૌબાએ કહ્યું, 'રાજ્યના તમામ પ્રતિનિધિ અને તમામ ધારાસભ્યએ એક સાથે બેસીને આ સંકટને જલદી હલ કરવા માટે કેટલીક નિર્ણાયક કાર્યવાહી કરવી જોઇએ. જો તે મણિપુરના લોકોની સંતૃષ્ટિ અનુસાર કોઇ નિર્ણય નથી લેતા તો તેમને લોકોના અસંતોષનો સામનો કરવો પડશે. અમે ભારત સરકાર અને મણિપુર સરકારને તમામ સશસ્ત્ર ગ્રુપ વિરૂદ્ધ કેટલીક નિર્ણાયક કાર્યવાહી અને સૈન્ય કાર્યવાહી માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે."






