'મોદીને પટણામાં ઉડાવી દેવાશે', બિહાર પ્રવાસે ગયેલા PMને ધમકી આપનારની ધરપકડ
PM Modi Threat: PM મોદી બે દિવસના બિહાર પ્રવાસે છે. પોતાના બિહાર પ્રવાસના પ્રથમ દિવસે પટણા પહોંચેલા પીએમ

PM Modi Threat: PM મોદી બે દિવસના બિહાર પ્રવાસે છે. પોતાના બિહાર પ્રવાસના પ્રથમ દિવસે પટણા પહોંચેલા પીએમ મોદીએ પટણા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ઉદ્દઘાટન કરવાની સાથે બિહટામાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ કાર્યનું શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ વચ્ચે વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.જોકે, મેસેજ મોકલનારાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
PM મોદીને ધમકી આપનારાની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર પ્રવાસ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યા બાદ પોલીસ દોડતી થઇ હતી. પોલીસ અધિકારીઓને મેસેજ મળ્યો કે મોદી પટણા આવી રહ્યાં છે ત્યાં જ તેમને ઉડાવી દેવામાં આવશે. પીએમ મોદીને જાનથી મારી નાખવામાં આવશે. મેસેજ મળતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઇ ગઇ હતી. ભાગલપુરના સુલ્તાનગંજથી ધમકી આપતો મેસેજ મોકલનારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ઘટના કઇક અલગ જ નીકળી હતી.
પોલીસે તરત જ આ ઘટનામાં એક્શન લીધુ હતુ અને મેસેજ મોકલનારાને ટ્રેસ કર્યો હતો. તપાસમાં ખબર પડી કે આ નંબર ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજના મહેશીના રહેવાસી વૃદ્ધ મંટૂ ચૌધરીના નામ પર રજિસ્ટર્ડ છે. પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે ઘટના સ્પષ્ટ થઇ હતી. તપાસમાં ખબર પડી કે વૃદ્ધના ભત્રીજાએ જ પોતાના કાકાને ફસાવવા માટે ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો. બન્ને વચ્ચે જમીનને લઇને વિવાદ ચાલતો હતો.
પોલીસે ભત્રીજા સમીર કુમાર રંજનની ધરપકડ કરી હતી. આરોપીએ મેસેજ ભાગલપુર એસએસપી સિવાય કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને મોકલ્યો હતો. SSP હદય કાંતે જણાવ્યુ કે યુવકે કાકાને ફસાવવા માટે આ મેસેજ મોકલ્યા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે.








