Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major tragedy at Khagaria government school: 9-year-old girl dies after staircase collapses

ખગડિયાની સરકારી શાળામાં મોટી દુર્ઘટના: દાદર ધરાશાયી થતાં ૯ વર્ષની બાળકીનું મોત

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ખગડિયાની સરકારી શાળામાં મોટી દુર્ઘટના: દાદર ધરાશાયી થતાં ૯ વર્ષની બાળકીનું મોત
સોર્સ : gstv

બિહારના ખગડિયામાં આવેલી એક સરકારી શાળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માનસી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા અમાની ગામના પાસવાન ટોલામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની સીડી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સીડીના કાટમાળ નીચે દબાઈ જવાથી 9 વર્ષની વિદ્યાર્થિની રિતિકા કુમારીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય ત્રણ બાળકો પણ ઘાયલ થયા હતા.સીડી ધરાશાયી થતાં જ શાળામાં અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કાટમાળ નીચે ફસાયેલા બાળકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા. ઘાયલ બાળકોને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ થોડા સમય સુધી શાળાના પરિસરમાં ગભરાટનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.

App Store

અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સદર એસડીએમ (SDM) ધનંજય કુમાર સહિતના અનેક અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માત અંગેની વિગતો મેળવી હતી.આ અકસ્માતમાં ૯ વર્ષીય રિતિકા કુમારીના મૃત્યુને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે ઘાયલ બાળકો સદર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના બાદ શાળાની સુરક્ષા અને ઈમારતની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News