Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major political upheaval in Maharashtra: Rebellion of 6 MPs from Uddhav faction

VIDEO : મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઉલટફેર: ઉદ્ધવ જૂથના ૬ સાંસદોનો બળવો

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉદ્ધવ ઠાકરેને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર હેઠળ આજે એક મોટો આંચકો આપતા શિવસેનાના કુલ 9 સાંસદોમાંથી 6 સાંસદોએ બળવો પોકારીને એકનાથ શિંદે જૂથમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નાસિક સહિત કેટલાક શહેરોમાં પણ ઓપરેશન ટાઈગરના પોસ્ટર લાગ્યા છે. બાગી સાંસદોના આ જૂથે નવી દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલાની મુલાકાત લઈને અલગ જૂથની માન્યતા આપતો પત્ર સુપરત કર્યો છે, જેની સામે ઉદ્ધવ જૂથે પણ સ્પીકરને મળીને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે. આ મોટા ભંગાણ બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે અત્યંત આક્રોશ વ્યક્ત કરતા બળવાખોર નેતાઓને બેઈમાન અને ગદ્દાર ગણાવ્યા છે અને દરેક સાંસદને 15 15  કરોડ રૂપિયાની લાંચ આપીને ખરીદવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ વ્હીપ જાહેર કરીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પક્ષ સાથે ગદ્દારી કરનારા આ નેતાઓને ભવિષ્યમાં ક્યારેય પક્ષમાં પાછા લેવામાં આવશે નહીં.

App Store
ટોપિક્સ:gstvgstv newsmaharashtrapolitics