VIDEO:દિલ્હીમાં MCDની મોટી કાર્યવાહી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરના સૈદુલ અજાબ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ઊભી કરવામાં આવેલી એક ગેરકાયદેસર બહુમાળી ઈમારતને મ્યુનિસિપલ તંત્રએ તોડી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને MCDના અધિકારીઓ હાજર રહ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે જેસીબી મશીનોની મદદથી આ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું. MCD અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઈમારત મંજૂર કરાયેલા પ્લાન વગર અને સુરક્ષાના માપદંડોને નેવે મૂકીને બનાવવામાં આવી હતી. વારંવારની ચેતવણીઓ છતાં બાંધકામ બંધ ન થતા આખરે ડિમોલિશનની આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ હટાવવાની કામગીરીને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી, જ્યારે કોર્પોરેશનનું કહેવું છે કે શહેરના અન્ય ભાગોમાં પણ ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચાલુ રહેશે.

