VIDEO: પઝમુદિરચોલાઈ મંદિરે મહાકુંભાભિષેક સંપન્ન
સોર્સ : GSTV
તમિલનાડુના મદુરાઈ સ્થિત પ્રખ્યાત પઝમુદિરચોલાઈ મુરુગન મંદિરમાં આજે ભવ્ય મહાકુંભાભિષેક ઉત્સવ ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ વેટ્રિવેલ વીરવેલના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના શિખર પર પવિત્ર જળનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે ભક્તોની શ્રદ્ધા પરાકાષ્ઠાએ જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે સંપન્ન થયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પર્યટકોએ ભાગ લીધો હતો.

