VIDEO: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો અમિત શાહને પલટવાર... કહ્યું અમારે ગૃહમંત્રીનું કોઈ લેક્ચર નથી સાંભળવું.
સોર્સ : gstv
સંસદ પરિસરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પલટવાર કર્યો હતો... અને કહ્યું કે, અમારે ગૃહમંત્રીનું કોઈ લેક્ચર નથી સાંભળવું. દેશના ભવિષ્ય એવા નિર્દોષ વિદ્યાર્થીઓ પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે તેનો જવાબ સરકારે આપવો પડશે."
રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા માસૂમ બાળકો પર પેલેટ ગન અને લાઠીચાર્જ કરવાનો આદેશ અમિત શાહે આપ્યો હોય, તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. અમે છેલ્લા 20 દિવસથી તેમની પાસે જવાબ માગી રહ્યા છે પણ તેઓ જવાબ આપવાની જગ્યાએ ગાયબ થઇ ગયા છે.

