Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lawrence Bishnoi's brother Anmol brought to India, will be produced in Patiala House Court

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને ભારત લવાયો, કોર્ટે 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને ભારત લવાયો, કોર્ટે 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો
સોર્સ : gstv

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ અનમોલ બિશ્નોઈ આખરે ભારત પાછો ફર્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલો અનમોલ બુધવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યો હતો. ઉતરાણ દરમિયાન, NIA ટીમ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સીધા પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવ્યો. કોર્ટે 11 દિવસની કસ્ટડી આપી છે. જણાવી દઈએ કે, અનમોલ બાબા સિદ્દીકી હત્યા કેસ, સિદ્ધુ મૂઝ વાલા હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં આરોપી છે.

App Store

અમેરિકાથી ડિપોર્ટ કરાયો 

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલો અનમોલ બુધવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યો હતો. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને એરપોર્ટથી સીધા પટિયાલા હાઉસ કોર્ટમાં કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવશે. અનમોલ બાબા સિદ્દીકી હત્યા કેસ, સિદ્ધુ મૂઝ વાલા હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં આરોપી છે.

18થી વધુ કેસ દાખલ છે અનમોલ સામે 

ઉલ્લેખનીય છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ મંગળવારે અનમોલ બિશ્નોઈને ડિપોર્ટ કર્યો હતો. NIA ટીમ દ્વારા અનમોલને એરપોર્ટ પર તરત જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ NIA તેની કસ્ટડી લેશે. તેની સામે 18 થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હથિયારો સપ્લાય અને લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.