Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Know which items have become cheaper in the budget and where the price of inflation will be felt

Budget 2026: જાણો બજેટમાં કઈ વસ્તુઓ થઈ સસ્તી અને ક્યાં લાગશે મોંઘવારીનો ડામ

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Budget 2026: જાણો બજેટમાં કઈ વસ્તુઓ થઈ સસ્તી અને ક્યાં લાગશે મોંઘવારીનો ડામ
સોર્સ : GSTV

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકાર વતી બજેટ રજૂ કર્યું છે. તેમણે સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. દેશના નાગરિકોને આ બજેટ પાસેથી રેલવેથી લઈને હેલ્થ અને શિક્ષણથી લઈને રોજગાર સુધી ઘણી આશાઓ હતી. આ દરમિયાન બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. અહીં આપણે સરળ ભાષામાં સમજીશું કે શું સસ્તું થયું છે અને શું મોંઘું.

App Store

નાણામંત્રી સીતારમણે બજેટમાં એ પણ જણાવ્યું કે હવે વિદેશ યાત્રા પેકેજ (Overseas Travel Package) પર લાગતો TCS 5% અને 20% થી ઘટાડીને કોઈપણ લઘુત્તમ રકમની મર્યાદા વગર 2% કરવામાં આવશે.

શું સસ્તું થયું?

વિદેશ પ્રવાસ: વિદેશ પ્રવાસ સસ્તો થશે. TCSમાં કાપની જાહેરાત, પહેલા 5% અને 20% હતો તે હવે 2% થયો.
દવાઓ: કેન્સર સંબંધિત 17 દવાઓ સસ્તી થશે. 7 દુર્લભ રોગોની દવાઓ પણ સસ્તી થશે.
ગેસ: CNG ગેસ અને બાયોગેસ સસ્તો કરવાની જાહેરાત.
ઇલેક્ટ્રોનિક્સ: માઇક્રોવેવ, મોબાઈલના સ્પેરપાર્ટ્સ અને ટેબલેટના સામાન સસ્તા થશે.
ઉર્જા અને પર્યાવરણ: સોલર એનર્જી સાથે જોડાયેલા સાધનો અને બેટરી સસ્તી થશે.
રોજિંદી વસ્તુઓ: શૂઝ (પગરખાં) સસ્તા થશે.
મેડિકલ રાહત: શુગર (ડાયાબિટીસ) ની દવાઓ સસ્તી થશે.
નિકાસ (Export): ચામડા અને કાપડની નિકાસ સસ્તી થશે. માછીમારો માટે નિકાસ સસ્તી થશે.
અન્ય: કુરિયર મોકલવું સસ્તું થશે. બીડીની કિંમત સસ્તી થશે.
મોટર એક્સિડન્ટ ક્લેમ: મોટર અકસ્માત ક્લેમને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

શું મોંઘું થયું?

નશાકારક પદાર્થો: દારૂ, સિગારેટ, પાન મસાલા અને તમાકુની વસ્તુઓ મોંઘી થશે.
ખનીજ: ખનીજ પદાર્થો મોંઘા થશે.
શેરબજાર: ઓપ્શન ટ્રેડિંગ (Option Trading) મોંઘું થશે.
સ્ક્રેપ: સ્ક્રેપની કિંમતોમાં વધારો થશે.