મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખડગેએ પીએમ મોદીને કહ્યા ‘જૂઠ્ઠાણાના વડા’, ચીન ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું હતું ત્યારે તેઓ શું સૂઈ ગયા હતા!

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે રાજસ્થાનના ચિત્તોડગઢ માં એક ચૂંટણી રે

ખડગેએ પીએમ મોદીને કહ્યા ‘જૂઠ્ઠાણાના વડા’, ચીન ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું હતું ત્યારે તેઓ શું સૂઈ ગયા હતા!

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે રાજસ્થાનના ચિત્તોડગઢ માં એક ચૂંટણી રેલીમાં (04 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે પોતાના ભાષણમાં પીએમ મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે જ્યારે ચીન ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું હતું ત્યારે તેઓ ‘અફીણ ખાઈ’ને સૂઈ ગયા હતા. મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથેના 30 સ્થળોના નામ બદલવામાં આવ્યાના થોડા દિવસો પછી આવી છે.

ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોના નામ બદલ્યા હતા


બેઇજિંગ દ્વારા જે 30 સ્થળોનું નામ બદલવામાં આવ્યું છે તેમાં 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પર્વતીય પાસ, 11 રહેણાંક વિસ્તારો અને જમીનનો એક ટુકડો સામેલ છે. નામોની સૂચિ ઉપરાંત ચીનના મંત્રાલયે વિસ્તારોના વિગતવાર અક્ષાંશ અને રેખાંશ અને ઉચ્ચ-રિઝોલ્યુશનનો નકશો પણ શેર કર્યો હતો.

રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે કહ્યું, “પીએમ મોદી કહે છે ‘મારી પાસે 56 ઈંચની છાતી છે, હું ડરતો નથી. શું તમે ઊંઘની ગોળીઓ લીધી છે? શું તેમણે રાજસ્થાનના ખેતરોમાંથી અફીણ ખરીદ્યું છે, શું તમને ખવડાવ્યું છે?.” કોંગ્રેસ અધ્યક્ષે પોતાના ભાષણમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાષણ દરમ્યાન એ પણ દલીલ કરી હતી કે વડાપ્રધાનનું ધ્યાન રાષ્ટ્રના કલ્યાણ પર નહીં પરંતુ ગાંધી પરિવારને બદનામ કરવા પર છે.

ગાંધી પરિવારને ગાળો આપવી તે જ તેમનું કામ

તેમણે કહ્યું કે, “તેઓ દેશ માટે નથી વિચારતા, તે માત્ર ગાંધી પરિવારને ગાળો આપે છે. તે દેશની જનતાને હેરાન- પરેશાન કરીને પોતાની સાથે લઈ જવા માંગે છે. તેઓ હંમેશા જુઠ્ઠું બોલતા રહે છે. પીએમ મોદી જૂઠ્ઠાણાના સરદાર છે.” આ સિવાય મલ્લિકાર્જુન ખડગેએ એ વાત પર પણ ધ્યાન દોર્યું કે ગાંધી પરિવારમાંથી કોઈએ 1989થી વડાપ્રધાન પદ કે અન્ય કોઈ મંત્રી પદ સંભાળ્યું નથી, તેમ છતાં વડાપ્રધાન વંશવાદી રાજકારણની વાત કરે છે.

આ સમાચાર શેર કરો