મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કંગનાએ આપ્યું વધુ એક વિવાદિત નિવેદન, ધર્મના આધારે પાક બન્યું તો ભારતને કેમ હિન્દુ રાષ્ટ્ર ના બનાવ્યું

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી BJP ઉમેદવાર કંગના રનૌતે હવે હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું

કંગનાએ આપ્યું વધુ એક વિવાદિત નિવેદન, ધર્મના આધારે પાક બન્યું તો ભારતને કેમ હિન્દુ રાષ્ટ્ર ના બનાવ્યું

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી BJP ઉમેદવાર કંગના રનૌતે હવે હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુલ્લુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કંગનાએ કહ્યું હતું કે, જ્યારે 1947માં ધર્મના આધારે પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું તો ત્યારે જ ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં ન આવ્યું?

વડાપ્રધાન મોદીની કરી પ્રશંસા 

કંગનાએ કહ્યું કે આપણા વડાપ્રધાન મોદી યુગ પુરુષ છે. આપણા પૂર્વજોએ મુઘલોની ગુલામી, પછી અંગ્રેજોની ગુલામી અને પછી કોંગ્રેસનું આ કુશાસન જોયું છે. પરંતુ આપણને સાચી આઝાદી 2014માં મળી હતી. વિચારવાની સ્વતંત્રતા, સનાતનની સ્વતંત્રતા, પોતાનો ધર્મ પાળવાનીસ્વતંત્રતા, આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સ્વતંત્રતા પણ હવે જ મળી. જ્યારે 1947માં તમે ધર્મના આધારે પાકિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવ્યું તો પછી તમે ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ ન બનાવ્યું? અમે તેને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.
 
ભાજપના ઉમેદવાર કંગના રનૌતે બંજાર વિધાનસભાના બજૌરામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટીને દેશદ્રોહી ગણાવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 6-7 વર્ષમાં ભારત અર્થવ્યવસ્થામાં 11મા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા પાંચમા સ્થાને પહોંચવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશો સતર્ક થઈ ગયા છે. આવા દેશોએ, આંતરરાષ્ટ્રીય શક્તિઓ અને દળોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે અને કોંગ્રેસ પહેલાથી જ દેશદ્રોહી હતી.

ઉલ્લેખનીય છે કે કંગના ઘણી વખત આવા રાજકીય નિવેદનો આપતી રહી છે. તેમણે નવેમ્બર 2021માં એમ પણ કહ્યું હતું કે 'વાસ્તવિક આઝાદી' 1947માં નહીં, પરંતુ 2014માં મળી હતી. કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કાર્યકાળને સાચી સ્વતંત્રતા ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો.

આ સમાચાર શેર કરો