Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jammu and Kashmir CM Omar Abdullah meets PM Modi after Pahalgam attack

Pahalgam attack પછી જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ PM મોદી સાથે કરી પહેલી મુલાકાત 

Timeછેલ્લું અપડેટ : 03 May 2025
લાઇવ ટીવીGoogle News
Pahalgam attack પછી જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ PM મોદી સાથે કરી પહેલી મુલાકાત 

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. Pahalgam  આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને તે પછી ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

App Store

બેઠક પહેલા નેશનલ કોન્ફરન્સ (NC)જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા વડાપ્રધાન સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારના કોઈપણ નિર્ણયમાં જમ્મુ કાશ્મીર તંત્ર તરફથી પૂર્ણ સહયોગનો ભરોસો આપશે, ખાસ કરીને પહલગામ હુમલાનો બદલો લેવા અને દેશની સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર.

ઓમર અબ્દુલ્લા અને વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા પડકારો વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ કડકાઈથી પગલા ભરવાના સંકેત આપી ચૂકી છે.