Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jai - Parth Pawar's closed-door meeting with Sharad Pawar

સુનેત્રાની શપથથી નારાજ શરદ પવાર સાથે જય- પાર્થ પવારની બંધબારણે બેઠક, NCPની બેઠકથી BJPમાં ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સુનેત્રાની શપથથી નારાજ શરદ પવાર સાથે જય- પાર્થ પવારની બંધબારણે બેઠક, NCPની બેઠકથી BJPમાં ખળભળાટ
સોર્સ : google

બારામતીમાં બુધવારે મોટી રાજકીય હલચલ જોવા મળી. શરદ પવારે NCP દિવંગત નેતા અજીત પવારના બંને પુત્રો પાર્થ અને જય પવાર સાથે બંધ બારણે બેઠક કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ બેઠકમાં થયેલી વાતચીત હજુ સામે આવી નથી પરંતુ સૂત્રોનું માનવામાં આવે તો જિલ્લા પરિષદ ચૂંટણીમાં સાથે આવવાને લઈને ચર્ચા થઈ છે. 

App Store

આ બેઠક પવાર પરિવારના ગૃહ નગર બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાનના પરિસરમાં થી. સૂત્રોએ જણાવ્યું કે આ મિટિંગ લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠકના એજન્ડા બાબતે તત્કાલ કોઈ અધિકારીક માહિતી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મિટિંગનો ઉદ્દેશ્ય સંભવતઃ એનસીપીના બંને જૂથોનો સંભવિત વિલય અને આગામી જિલ્લા પરિષદની ચૂંટણી હશે.  
 
એનસીપી પ્રમુખ અને મહારાષ્ટના ડે. સીએમ અજીત પવારનું 28 જાન્યુઆરીએ પુણેના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. જેના ત્રણ દિવસ પછી 31 જાન્યુઆરીએ તેમની પત્રની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડે. સીએમ તરીકે શપથ લીધા. 

જણાવી દઈએ કે, અજિત પવારના નિધન બાદ શરદ પવાર અને તેમની પાર્ટીના અન્ય નેતાઓએ દાવો કર્યો હતો કે, એનસીપીના બંને જૂથોના વિલય અંગેની વાતચીત અંતિમ તબક્કામાં હતી અને દિવંગત ઉપમુખ્યમંત્રીએ એનસીપી જૂથોના વિલયની જાહેરાત માટે 12 ફેબ્રુઆરીની તારીખ પણ નક્કી કરી લીધી હતી. 

એનસીપી પ્રમુખય શરદ પવારે બુધવારે કહ્યું કે, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ  એનસીપીના બંને જૂથો વચ્ચે વિલય અંગે થયેલી ચર્ચાઓનો હિસ્સો નહોતા. એટલા માટે તેમને આ મુદ્દે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ફડણવીસે એનસીપીના વિલયનું ખંડન કરતા કહ્યું હતું કે, જો વિલયને લઈને ખરેખર વાતચીત ચાલી રહી હોત તો અજિત પવારે તેમને એની માહિતી આપી દીધી હતી.