જગન મોહન રેડ્ડીના સૌથી નજીકના નેતાએ એકાએક છોડ્યું રાજકારણ
જગન મોહન રેડ્ડીના સૌથી ભરોસેમંદ નેતા અને રાજ્યસભાના સાંસદ વેણુમ્બાકા વિજયસાઈ રેડ્ડીએ રાજકારણ છોડવ

જગન મોહન રેડ્ડીના સૌથી ભરોસેમંદ નેતા અને રાજ્યસભાના સાંસદ વેણુમ્બાકા વિજયસાઈ રેડ્ડીએ રાજકારણ છોડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ૬૭ વર્ષના આ નેતા જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવના પદે કાર્યરત છે. રાજ્યસભાના સાંસદ હોવા ઉપરાંત પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર છે.
આ પણ વાંચોઃ CM પદેથી નીતિશકુમારને હટાવવા ભાજપને મળી ગયું બહાનું, નાદુરસ્ત તબિયતનો મુદ્દો આગળ ધરાશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જગન મોહન રેડ્ડી સત્તામાં આવ્યા તે પહેલાં તેમણે આંધ્રપ્રદેશની પદયાત્રા કરી હતી એ આઈડિયા વીવી રેડ્ડીનો હતો. જગન મોહન રેડ્ડી સામે આવક કરતાં વધુ સંપત્તિનો એક કેસ ચાલે છે. એમાં જગન ઉપરાંત વીવી રેડ્ડી પણ આરોપી છે. ઈડીની તપાસ ચાલી રહી છે. કદાચ એ કારણે જ તેમણે રાજકારણ છોડવાની જાહેરાત કરી હશે એવી ચર્ચા છે.




