VIDEO: રાજધાનીના ITO અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો
દિલ્હીમાં ચોમાસાના આગમન સાથે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ITO

દિલ્હીમાં ચોમાસાના આગમન સાથે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ITO અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ એ દિલ્હી અને NCR માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી સપ્તાહ દરમિયાન મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદથી તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે.




