VIDEO: CM રેવંત રેડ્ડી સામે બોલવું મંત્રીની પુત્રીને પડશે ભારે! કોંગ્રેસ સાંસદના નિવેદનથી રાજકારણમાં મોટો ધડાકો
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે રાજ્યના મંત્રી કોંડા સુરેખાની પુત્રી કોંડા સુષ્મિતા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોંગ્રેસ પક્ષમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે કોંગ્રેસ સાંસદ અનિલ કુમાર યાદવે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે શિસ્તભંગને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.
શિસ્તભંગ સામે કાર્યવાહી
સાંસદ અનિલ કુમાર યાદવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષમાં દરેક નેતા માટે પોતાની મર્યાદામાં રહેવું ફરજિયાત છે, પછી ભલે તે ગમે તેટલા મોટા નેતા કેમ ન હોય. જો પક્ષની શિસ્તનો ભંગ થશે અથવા પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવામાં આવશે, તો સંબંધિત વ્યક્તિને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે અને ખુલાસો માંગવામાં આવશે.
જાહેરમાં વિરોધની આકરી ટીકા
અનિલ કુમાર યાદવે કહ્યું કે, જો કોઈ નેતાને પક્ષની અંદર કોઈ પણ સમસ્યા કે વાંધો હોય, તો તેમણે અંગત રીતે અને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવી જોઈએ. આ રીતે જાહેરમાં અસંતોષ વ્યક્ત કરવો યોગ્ય નથી અને પક્ષ તેની આકરી નિંદા કરે છે. મંત્રીની પુત્રી દ્વારા મુખ્યમંત્રી સામે કરાયેલા નિવેદન બાદ હવે તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ખુલ્લો પડી ગયો છે અને શિસ્તભંગના પગલાંને લઈને ચર્ચાઓ તેજ બની છે.

