મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જૂતાના વેપારીને ત્યાં દરોડા: એટલા પૈસા મળ્યા કે મશીનોથી પણ રકમ ગણતા-ગણતા થાક્યા અધિકારી

આગ્રામાં ઇન્કમટેક્સ વિભાગે ત્રણ મોટા જૂતાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 40 કરોડ કરતા વધુની કેસ મળી આવી હ

જૂતાના વેપારીને ત્યાં દરોડા: એટલા પૈસા મળ્યા કે મશીનોથી પણ રકમ ગણતા-ગણતા થાક્યા અધિકારી

આગ્રામાં ઇન્કમટેક્સ વિભાગે ત્રણ મોટા જૂતાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 40 કરોડ કરતા વધુની કેસ મળી આવી હતી. આવકવેરા વિભાગે આગ્રાના એમજી રોડના બીકે શુજ, ધાકરાનના મંશુ ફૂટવિયર અને હીંગના મંડીના હરમિલાપ ટ્રેડર્સ પર એક સાથે કાર્યવાહી કરી હતી. એટલી બધી રોકડ મળી આવી હતી કે બેન્કમાંથી નોટ ગણવાની મશીન મંગાવવામાં આવી હતી.

ઇન્વેસ્ટિગેશન વિંગની 12થી વધુ ટીમોએ આ કાર્યવાહી કરી હતી. વેપારી પાસેથી મોટી સંખ્યામાં જમીનમાં રોકાણ, સોનાની ખરીદીની જાણકારી પણ મળી છે. લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ડેટા લેવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો