Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : IndiGo Plane Crashes Into Pillar During Landing, at Srinagar Airport

લેન્ડિંગ દરમિયાન ઈન્ડિગો વિમાન થાંભલા સાથે અથડાયું, શ્રીનગર એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
લેન્ડિંગ દરમિયાન ઈન્ડિગો વિમાન થાંભલા સાથે અથડાયું, શ્રીનગર એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના
સોર્સ : gstv

શ્રીનગર એરપોર્ટ (Srinagar Airport) પર લેન્ડિંગ દરમિયાન ઈન્ડિગો (IndiGo) એરલાઈનના એક વિમાન સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. લેન્ડિંગ દરમિયાન વિમાન એરપોર્ટ પરિસરમાં રહેલા એક થાંભલા સાથે અથડાયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

App Store

મળતી માહિતી મુજબ, ઈન્ડિગોનું વિમાન શ્રીનગર એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે લેન્ડિંગ દરમિયાન તે એક પોલ (Pole) સાથે અથડાયું હતું. અથડામણ બાદ વિમાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પર તાત્કાલિક સુરક્ષા અને સંબંધિત ટીમો સક્રિય થઈ ગઈ હતી.

મુસાફરો અને ક્રૂ તમામ સુરક્ષિત

આ ઘટનામાં સૌથી રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને કોઈ ગંભીર ઈજા થઈ નથી. અકસ્માત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.