Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pilot's health deteriorates after taking off, emergency landing of flight from Muscat to Bengaluru

VIDEO: ઉડાન ભર્યા બાદ પાઈલટની તબિયત લથડી, મસ્કતથી બેંગ્લુરુ આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ અચાનક ઓમાનની રાજધાની મસ્કત તરફ ડાયવર્ટ કરવી પડી હતી. ઉડાન દરમિયાન ફ્લાઇટના પાઈલટની તબિયત અચાનક લથડતાં ગંભીર મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અન્ય પાઈલટે તાત્કાલિક વિમાનને મસ્કત એરપોર્ટ તરફ વાળી દેવાનો નિર્ણય લીધો હતો. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 સપ્ટેમ્બરના રોજ ઓપરેટ થઈ રહેલી આ ફ્લાઇટમાં પાઈલટને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. મસ્કત એરપોર્ટ પર ફ્લાઇટનું સક્ષમ રીતે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તુરંત જ મેડિકલ ટીમે પાઈલટની સારવાર શરૂ કરી દીધી હતી. એરલાઇને સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક સારવાર બાદ હવે પાઈલટની તબિયતમાં સુધાર છે.

App Store