Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indigenous Stealth Frigate INS Mahendragiri Inducted into Indian Navy,

VIDEO: સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહે કહ્યું, - આ આત્મનિર્ભર ભારતની તાકાતનું પ્રતીક

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય નૌસેનાની (Indian Navy) તાકાતમાં શનિવારે એક નવો અધ્યાય જોડાયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્ટેલ્થ ફ્રિગેટ (Stealth frigate) INS મહેન્દ્રગિરીને ભારતીય નૌસેનામાં ઔપચારિક રીતે સામેલ કર્યું છે. આ આધુનિક યુદ્ધ જહાજ (Warship) દરિયામાં ભારતની સૈન્ય ક્ષમતાને અનેક ગણી વધારશે.

App Store

'પ્રોજેક્ટ-૧૭એ' નું અંતિમ યુદ્ધ જહાજ

INS મહેન્દ્રગિરી એ 'પ્રોજેક્ટ-૧૭એ' (Project-17A) નીલગિરી ક્લાસનું છઠ્ઠું અને છેલ્લું સ્ટેલ્થ ફ્રિગેટ છે. આ યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "INS મહેન્દ્રગિરીનું નેવીમાં સામેલ થવું એ દેશ માટે ગર્વની ક્ષણ છે. તે આત્મનિર્ભર ભારતના (Aatmanirbhar Bharat) સંકલ્પ અને દેશના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝની વધતી ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે." આ જહાજનું નામ પૂર્વ ઘાટની 'મહેન્દ્રગિરી' પર્વતમાળાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે અડગ સંકલ્પનું પ્રતીક છે.

૭૫ ટકાથી વધુ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ

આ સ્વદેશી યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ૭૫ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં દેશની અનેક મોટી કંપનીઓ સહિત મોટી સંખ્યામાં એમએસએમઈ (MSME) એ પણ મહત્વનું યોગદાન આપ્યું છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ છે.

સંરક્ષણ મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે 'પ્રોજેક્ટ-૧૭એ' અંતર્ગત અગાઉ INS નીલગિરી (જાન્યુઆરી ૨૦store), INS ઉદયગિરી અને INS હિમગિરી (ઓગસ્ટ ૨૦૨૫), INS તારાગિરી (એપ્રિલ ૨૦૨૬) અને INS દુનાગિરી (જૂન ૨૦૨૬) ઓલરેડી ભારતીય નેવીમાં સામેલ થઈ ચૂક્યા છે.

આધુનિક હથિયારો અને સ્ટેલ્થ ક્ષમતાથી સજ્જ

INS મહેન્દ્રગિરીની મુખ્ય ખાસિયતો (Key Features) નીચે મુજબ છે:

  • મલ્ટી-ડાયમેન્શનલ લડાયક ક્ષમતા: આ યુદ્ધ જહાજ હવાઈ હુમલા, દુશ્મન ના જહાજો અને સબમરીન (Submarines) ત્રણેય પ્રકારના જોખમોનો એકસાથે સામનો કરવા માટે સક્ષમ છે.
  • સ્ટેલ્થ ટેકનોલોજી: અદ્યતન સ્ટેલ્થ ટેકનોલોજીના (Stealth technology) કારણે આ જહાજ દુશ્મનના રડારની (Radar) નજરમાં સરળતાથી આવતું નથી.
  • એડવાન્સ પ્રોપલ્શન સિસ્ટમ: આ જહાજ કમ્બાઈન્ડ ડીઝલ ઓર ગેસ (CODOG) પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ છે, જે તેને મહત્તમ ૨૮ નોટ્સ (આશરે ૫૨ કિમી/કલાક) ની ઝડપ આપે છે.
  • મિશન રેડી: તે આશરે ૬,૬૭૦ ટનની ક્ષમતા ધરાવે છે. દરિયાઈ સુરક્ષા સિવાય તે સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) અને આપત્તિ રાહત કામગીરી (HADR) માટે પણ હંમેશા સજ્જ રહેશે.