મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભારતીઓએ ઈઝરાયેલ અને ઈરાનની મુસાફરી ટાળવી જોઈએ', વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે થોડાક દિવસો પહેલા જ એક એહવાલમાં જાણવા મ

'ભારતીઓએ ઈઝરાયેલ અને ઈરાનની મુસાફરી ટાળવી જોઈએ', વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે થોડાક દિવસો પહેલા જ એક એહવાલમાં જાણવા મળ્યું હતું કે, ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, વર્તમાન સ્થિતિને જોતા તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી ઈરાન અથવા ઈઝરાયેલની યાત્રા ન કરે. આ સાથે ઈઝરાયેલ અથવા ઈરાનમાં રહેતા લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ત્યાંના ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવો. તમારી સલામતી વિશે અત્યંત સાવચેત રહો. 

તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલે ઇઝરાયલે સીરિયામાં ઈરાની દૂતાવાસ નજીક હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે ઈરાની સેના કમાન્ડર સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા. જે બાદ ઈરાને બદલો લેવાની ધમકી આપી હતી. 

આ સમાચાર શેર કરો