મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારતે નેપાળ સરહદ વિવાદમાં ત્રીજા પક્ષની ભૂમિકા ફગાવી

ભારતે નેપાળ સાથેના સરહદ વિવાદના ઉકેલ માટે કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. નેપા

ભારતે નેપાળ સાથેના સરહદ વિવાદના ઉકેલ માટે કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે તાજેતરમાં ચીન અને બ્રિટનને પણ આ મુદ્દે સામેલ કરવાની માંગ કરી હતી, જેને ભારતે ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત અને નેપાળ વચ્ચે સરહદ સંબંધિત તમામ મુદ્દાઓના ઉકેલ માટે દ્વિપક્ષીય વ્યવસ્થા પહેલેથી જ કાર્યરત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત-નેપાળના દ્વિપક્ષીય મામલામાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતનો દાવો છે કે આ તમામ વિસ્તારો ઉત્તરાખંડનો અભિન્ન ભાગ છે અને સરહદનો લગભગ 98 ટકા ભાગ પહેલેથી જ નિર્ધારિત થઈ ચૂક્યો છે.

આ સમાચાર શેર કરો