VIDEO: ભારત ત્રણ દેશોને બ્રહ્મોસ મિસાઈલ નિકાસ કરવા તૈયાર
ભારત હવે ફિલિપાઈન્સ અને વિયેતનામ સહિત ત્રણ દેશોમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરવા માટે તૈયાર છે. આ ઉપ

ભારત હવે ફિલિપાઈન્સ અને વિયેતનામ સહિત ત્રણ દેશોમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત ભારત બ્રહ્મોસની નિકાસ માટે ઓછામાં ઓછા અડધો ડઝન અન્ય દેશો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ભારત ઇન્ડોનેશિયાને 200 મિલિયન ડોલરની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોની બે બેટરી પૂરી પાડવા માટે તૈયાર છે. આ સપ્લાય બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરારોનો એક ભાગ છે. જેમાં એસ્ટ્રા એર-ટુ-એર મિસાઇલ સિસ્ટમ, ડિફેન્સ ટેકનોલોજી ટ્રાન્સફર અને દરિયાઈ સુરક્ષાનો સમાવેશ થાય છે. એક બ્રહ્મોસ બેટરીમાં સામાન્ય રીતે ચાર લોન્ચર અને 12 તૈયાર મિસાઇલો હોય છે, સાથે જ અન્ય સાધનો અને વાહનો પણ હોય છે. આ સિવાય ભારત હવે ફિલિપાઈન્સ અને વિયેતનામ સહિત ત્રણ દેશોમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરવા માટે તૈયાર છે. ભારત બ્રહ્મોસની નિકાસ માટે ઓછામાં ઓછા અડધો ડઝન અન્ય દેશો સાથે પણ વાતચીત કરી રહ્યું છે.




