Video: દિલ્હીમાં પ્રદૂષણથી ઝાંખુ ઈન્ડિયા ગેટ

રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆતની સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર સતત ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, જેની સવારની તસવીરોમાં સ્પષ્ટ ઝાંખપ જોવા મળી રહી છે. દિલ્હીના પ્રખ્યાત ઈન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળવાને કારણે સવારના સમયે ધુમ્મસ અને પ્રદૂષણની ઘાટી ચાદર છવાયેલી નજરે પડી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોડ દ્વારા હવાની ગુણવત્તા 'ખરાબ' કેટેગરીમાં નોંધવામાં આવી છે, જેના કારણે મોર્નિંગ વોક માટે આવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણના આ વધતા પ્રકોપને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ગ્રેપ ના નિયમો લાગુ કરીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.







