મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: કોડાઈકેનાલમાં ભારે વરસાદને પગલે પ્રવાસીઓ

સોર્સ: gstv

તમિલનાડુમાં પૂર્વોત્તર ચોમાસાના આગમન સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ચેતવણીને પગલે પ્રસિદ્ધ હિલ સ્ટેશન કોડાઈકેનાલમાં પ્રવાસીઓ પ્રવેશવા પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર મુખ્ય પ્રવાસન સ્થળો બંધ કરી દીધા છે અને ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કડક કરી દીધું છે. સ્થાનિક પ્રશાસને લોકોને તથા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે રહેવા અને પહાડી રસ્તાઓ પર મુસાફરી કરવાનું ટાળવા માટે ખાસ અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો