Video: તિરુવન્નામલાઈ રેલવે સ્ટેશને ભક્તોની ભીડ

તમિલનાડુના પ્રસિદ્ધ તિરુવન્નામલાઈ ખાતે આઈપ્પસી પૌર્ણમી ગિરીવલમ પ્રસંગે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પૂજા-અર્ચના અને ગિરીવલમ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ પરત ફરી રહેલા ભક્તોના ભારે ઘસારાને કારણે સ્થાનિક રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનમાં બેસવા માટે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ભીડને અનુલક્ષીને કોઈપણ અણબનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વધારાની મુસાફરી સુવિધા અને મુસાફરોના સુરક્ષિત આવાગમન માટે પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.





