રાષ્ટ્રપતિ ભવન નજીક નોર્થ બ્લોકમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) નજીક આવેલા નોર્થ બ્લોક (North Block) વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઇમારત ઉપર ધુમાડાના ગોટેગોટા દેખાતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
દિલ્હી ફાયર વિભાગ (Delhi Fire Department)ના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની છ ગાડીઓને સ્થળ પર રવાના કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજી સામે આવી નથી. ઘટનાને પગલે વિસ્તારમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





